રાજુલાના ચાંચ ગામના પાંચ હજાર મજૂરો પુલના કારણે કાયમી પરેશાન

  • પુલ બનાવવા આગેવાનો અને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર અપાયું

રાજુલા,
રાજુલા ના ચાંચ ગામ માં 10 હજારની વસ્તી આવેલી છે અહીંના લોકો મોટા ભાગની વસ્તી મજૂરી કરવા જાય છે સાથે સંકળાયેલા છે રાજુલા ની આસપાસ આવેલા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આ લોકો ખેતીકામ માટે જોઈ રહ્યા હોય પરંતુ રાજુલા થી ચાચ જવા માટે પુલ ન હોવાથી આ લોકો ભારે હાડમારી નો સામનો કરી રહ્યા છે આ બાબતે હરસુરભાઈ ગુજરીયા કાનજીભાઈ ચૌહાણ મેરૂભાઈ ગુજરીયા સહિતના સંજયભાઈ ધરવાની આગેવાની હેઠળ આજરોજ રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીના ઓફિસે મળ્યા હતા અને તાકીદે આ પુલ બનાવવા માટે માગણી કરી હતી જો આ પુલ બનાવવામાં આવે તો પાંચ હજાર લોકોને મજૂરી કરી પોતાના ઘરે આવવામાં સરળતા પડે છે.
પરંતુ હાલમાં આ પુલ ન હોવાથી લોકોને મજૂરી કરી અને જ્યાં સ્થળાંતર કર્યું હોય ત્યાં જ રહેવાની ફરજ પડે છે તે માટે તમામ આગેવાનો અને ગ્રામજનો દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને આગામી સમયમાં વહેલી તકે આ પુલ બનાવવા માટે આગેવાનો સમક્ષ માગણી કરી હતી આ બાબતે આગામી સમયમાં ગાંધીનગર ખાતે રૂબરૂ જઈ નીતીનભાઇ પટેલ તેમજ વિજયભાઈ રૂપાણીને મળી આ પુલ બનાવવા માટે રૂબરૂ રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આગેવાનો દ્વારા ચાર ગામોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી વધુમાં કાનજીભાઈ ચૌહાણે જણાવ્યું કે ખેરા પટવા સમઢીયાળા પાંચ પીપળી સહિત ગામના લોકોને સાસ બંદર થી પુલ થાય તો પાંચ ગામના લોકોને ઝડપી રોજગારી મળે તેમજ પીપાવાવ પોર્ટમાં જવા માટે નો ટૂંકો રસ્તો હાઈવે સહિતના સાથે આપવું સાંભળવાથી ઝડપભેર સમયનો પણ બચાવ થઈ શકે અમારી માંગણી 2016થી અવારનવાર મુખ્યમંત્રી આનંદીબેન સહિતને કરવામાં આવી હતી તાજેતરમાં પણ પત્ર જાણ કરી હતી પાંચ ગામના સરપંચો દ્વારા આજે હીરાભાઈ સલંકી ને મળ્યા હતા આ પ્રશ્ને ખાસ કિસ્સા તરીકે ટૂંક સમયમાં જ સરપંચો અને હીરાભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રી અને નિતિનભાઈ પટેલને રૂબરૂ મળવા જવાનું નક્કી થયું હતું.