રાજુલાના ચાંચ બંદરમાં ખેડૂતોને ઉભા બાજરીના પાકમા વરસાદી પાણી ભરાતા સંપૂર્ણ નિષ્ફળ જશે

  • સરકારે પરિપત્ર અતિવૃષ્ટિનો બહાર પાડ્યો તેમાં સુધારો કરવા શ્રી કાનજીભાઈ સરપંચની માંગણી

રાજુલા,
અમરેલી જિલ્લાના દરિયાકિનારે સાસ બંદર ખેરા પટવા ગ્રામ્ય પંથકોમાં નિશા ણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વરસાદના પાણી ઘુસી જતા બાજરી ના પાક પવન સાથે જમીનદોસ્ત થઈ જતા અને નિશાળ વિસ્તારમાં પણ પાણી ભરાઇ જતા ખેડૂતોને બાજરાનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની દહેજ ઊભી થઈ છે ત્યારે સરકાર દ્વારા અને કૃષિ મંત્રાલય દ્વારા પરિપત્ર એવો બહાર પાડ્યો છે કે 35 ઇસ જેટલો વરસાદ 48 કલાકમાં પડે તો સહાય અને સર્વે કરવામાં આવશે પરંતુ આવો વરસાદ પડે તો તો ભયંકર જાના નહી થાય જેથી સરકાર દ્વારા 35 ના બદલે 20 ઇંચ વરસાદ કરવો અને 48 કલાક ના બદલે 96 કલાક કરવા જેથી ખેડૂતોને થોડો ફાયદો થાય પરંતુ 48 કલાકથી આવી જાહેરાત નો કોઈ ખેડૂતોને ફાયદો થવાનો નથી જેથી સરકાર દ્વારા આવો પરિપત્ર બહાર પાડતા પહેલા ખેડૂતોના પ્રશ્નો મંગાવવા જોઈએ અને સર્વે કરવું જોઈએ જેથી ખેડૂતોને કેટલો ફાયદો થાય તે નક્કી થઈ શકે આ જાહેરાત માત્ર બીરબલને ખીચડી પકવવા જેવી વાત છે.
જેથી તાત્કાલિક સર્વે કરવા કરવા સાંસ બંદર ગામના સહકારી આગેવાન અને સરપંચ કાનજીભાઈ ચૌહાણ મહેસુલ વિભાગ તથા કૃષિ વિભાગ અને કૃષિ મંત્રીને પત્ર દ્વારા આ વિસ્તારમાં સર્વે કરવા અને જાત નુકશાનીનું સર્વે કરવા કરવા માટે ટીમ ગાંધીનગરથી મોકલવા તેમજ તાજેતરમાં સરકાર દ્વારા ખેડૂતો ના હિતનો નિર્ણય લીધો છે તે બરાબર છે પણ આંકડામાં ફેરફાર કરવા માં આવે તો આ યોજનાનો લાભ મળે જેથી આ રીતે આંકડાનો ફેરફાર કરવા જેમાં પરિપત્ર આંકડા છે 35 ઇંચ ના બદલે 18 ઇસ અને 48 કલાક ના બદલે 96 કલાકનો વરસાદ ગણવા શ્રી કાનજીભાઈ ચૌહાણ ને વિનંતી કરી છે.