અમરેલી,
રાજુલાના જુની કાતર ગામે પોતાના રચકામાં આવી ગયેલ ભરવાડની ગાયને માથામાં પથ્થરના ઘા મારી મારી નાખનાર મનુ દેવા બાંભણીયા નામના શખ્સની રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે અને કડક કાર્યવાહી કરી છે. ગાયને મારી નાખનાર આ શખ્સનો વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં તે આ ગાયને મે મારી છે ફોટો પાડી લો તેમ કહી માથે પગ રાખી ઉભો હોય તેવુ દ્રશ્ય હતુ જેના કારણે ભારે અરેરાટી સાથે લોકોમાં આક્રોષ પણ છવાયો હતો.