રાજુલાના જુની બારપટોળી ગામે યુવાનનું ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી,
રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામે રહેતા ઉમેશભાઇ બીજલભાઇ હડીયા ઉ.વ.33 લાગણીશીલ હોય.સતત વરસાદ પડયા વાવેતર સારૂ થશે કે કેમ ? તે સતત વિચારમા રહેતો હોય અને પોતાની વાડીએ જઇ ઓરડીમાં હુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત નીપજયાનું પિતા બીજલભાઇ હડીયાએ રાજુલા પોલીસ મથકમાં જહેર કરેલ છે.