રાજુલાના જૂની માંડરડી ગામે ડાઇવર્ઝનનું ધોવાણ

  • રાજુલા શહેરમાં પ્રવેશવા માટે લોકોએ 25 કિ.મિ. દૂર જવું પડે છે

રાજુલા,
રાજુલા સાવરકુંડલા હાઇવે પર જૂની માંડરડી નજીક વચ્ચે થી પુલ બેસી ગયો હતો હાલ માં તંત્ર દ્વારા સમારકામ શરૂ કરાયું છે ત્યારે સદંતર વાહન વ્યહાર બંધ કરાયો છે જયારે આસપાસ ના ગામડા ના લોકો સૌવ થી વધુ ફસાય ગયા છે અહીં પુલ ની બને સાઈડ ગામો ના લોકો ની મુશ્કેલી વધી ગઈ છે તંત્ર દ્વારા પાણી ના પ્રવાહ માં નાનકડા પાઇપો મૂકી ડાયર્વઝન કાઢવા માં આવ્યું હતું અહીં થી જાપોદર અને જૂની માંડરડી ગામ ના લોકો પસાર થતા હતા રાતે ઉપરવાસ વરસાદ નું પાણી આવતા પાઇપો નું ધોવાણ સરજ્યું છે જયારે અહીં પાણી નો ધસમસતો પ્રવાહ ના કારણે પાઇપો પણ તણાય ગયા છે તંત્ર ની રજૂઆતો કરી પરંતુ કોઈ વ્યકલ્પીત વ્યવસ્થા ઉભી કરી નથી જેથી હાલ માં ખેતી ની સીઝન ચાલતી હોય ખેડૂતો ખેતી ની વસ્તુ લેવા માટે રાજુલા આવતા હોય છે સાથે કેટલાક પશુપાલકો પણ અહીં રહે છે રાજુલા માં દૂધ દેવા માટે પણ આવતા હોય છે ત્યારે લોકો હવે આ પાણી માં પ્રેવેશ કરી જોખમી રીતે આવી રહ્યા છે રાજુલા આવવા માટે માર્ગ 25 કિમિ દૂર છે જેથી લોકો ખુબ પરેશાન છે અને આ ધસમતા પાણી ના પ્રવાહ માં લોકો પસાર થાય છે તંત્ર દ્વારા કોઈ વ્યકલ્પીત વ્યવસ્થા નહીં કરે તો અહીં પાણી ના પ્રવાહ માં ગમે ત્યારે મોટી દુર્ઘટના બની શકે તેમ છે સ્થાનિક અગ્રણી રમેશભાઈ વસોયા દ્વારા તંત્ર ને રજુઆત કરી છે પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી જેથી તેમને પણ તંત્ર ની કામગીરી સામે રોષ વ્યકત કર્યો છે સાથે પુલ પર સમારકામ પણ ખુબ ધીમી ગતિ એ ચાલી રહ્યું છે તે ઝડપી કામગીરી કરી પુલ શરૂ કરી વાહન વ્યહાર ફરી રાબેતા મુજબ શરૂ કરવા ની માંગ કરાય રહી છે.