રાજુલાના ત્રણ તલાટી સહિત ચારને નાયબ મામલતદારની બઢતી અપાઇ

રાજુલા,
ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા મહેસૂલ વિભાગના અસંખ્ય ઓર્ડરો અને પ્રમોશનલો કરવામાં આવ્યા હતા જેમાં રાજુલા મામલતદાર કચેરીમાંથી કુલ ત્રણ સહિત રાજુલાને જાફરાબાદમાં છ વ્યક્તિઓને નાયબ મામલતદારના પ્રમોશન આપવામાં આવ્યા હતા જેમાં રાજુલા થી પુરવઠા વિભાગમાં સુંદર કામગીરી કરનાર શ્રી બોળીયા મતદારયાદી માંથી શ્રી પ્રકાશ ચુડાસમા પ્રાંત ઓફિસ માંથી શ્રી ઝાલા શ્રી અશોકભાઈ મહેતા સહિતના છ વ્યક્તિઓને નાયબ મામલતદારના પ્રમોશન આપી અને ભાવનગર મૂકવામાં આવ્યા હતા નોંધનીય બાબત છે કે આ પ્રમોશન થવાથી હાલમાં રાજુલા મતદાર યાદી તેમજ અતિ મહત્વનું એવું રેશનકાર્ડ વિભાગમાં પુરવઠા વિભાગની જગ્યા ખાલી પડી છે ત્યારે ઘટતા નાયબ મામલતદારોની જગ્યા ભરવામાં આવે તેવી પ્રજાજનો માંથી માંગણી ઉઠવા પામી છે કારણ કે આવા નાના નાના પ્રશ્નોમાં અસંખ્ય અરજદારો હેરાન થઈ રહ્યા છે આ બાબતે તાકીદે નાયબ મામલતદારોની જગ્યા ભરાય તે માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી છે.