રાજુલાના દાતરડી નજીક નવો બનાવેલો પુલ ધરાશાયી

રાજુલા, (જયદેવ વરૂ)
રાજુલાનાં તાલુકાના દાતરડી ગામ નજીક બાયપાસના નવો બનેલ બ્રીજ ધરાસાઇ થતા જાનહાની ટળી હતી આ અંગે જાગૃત નાગરિક દ્વારા વિડિયો વાઇરલ કરવામા આવ્યો હતો. દાતરડી ગામ નજીક નવો બની રહેલો બ્રીજ ત્યાર થાય એ પહેલા ધરસાઈ થતા કોન્ટ્રેક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. જ્યારે આ બ્રીજ તુટી જવાની ધટના બે દિવસ પહેલા હોવાનુ સામે આવ્યુ હતુ. જ્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવેમા ગંભીરબેદરકારીના દ્રશ્યો સામે આવતા કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. નેશનલ ઓથોરિટી એન્જીનયર અધિકરી એ સમગ્ર ઘટના અંગે કંઇ પણ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો કારણે તેમની સામે સવાલો ઉઠ્યા હતા પ્રાંત અધિકારી કુલદીપ સિંહ વાળા,મામલતદાર સંદીપ સિંહ જાદવ,ચીફ ઓફિસર સહિત અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર વિઝીટ કરી તપાસ કરી