રાજુલાના દીપડીયા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં યુવતીનું મોત

અમરેલી,
અમરેલી જિલ્લામા અકસ્માત ની ઘટના વધી રહી હોય તેમ દરોજ નાના મોટા અકસ્માત ના બનાવ બની રહ્યા છે આજે રાજુલા વિજપડી રોડ પર દીપડયા ગામ નજીક સ્વીફ્ટ કાર અને પલસર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 4 થી વધુ લોકો ને ઇજા થઈ હતી પ્રથમ 108 મારફતે રાજુલા હોસ્પિટલમા ખસેડાયા અને ત્યાર બાદ વધુ ગંભીર જણાતા મહુવા હોસ્પિટલમા ખસેડાયા હતા જેમા ધરતીબેન મનસુખભાઈ રહેવાસી અમૃતવેલ તાલુકો મહુવા ઉંમર 17 નું મહુવા હોસ્પિટલમા મોત થયુ છે વધુ ઇજા થવા ના કારણે મોત થયા નુ અનુમાન લગાવ્યું સાથે સાથે અન્ય 1 રાજુલા ના ધુડીયા આગરીયા નજીક 2 સામે સામે ટ્રકો પુરપાટ ઝડપે આવતા હતા અને મોરે મોરા મા અથડાતા સર્જાયો અકસ્માત પાછળ થી અન્ય ટ્રક પણ પુરપાટ સ્પીડ આવતો હતો આ બંને ટ્રક વચ્ચે અકસ્માત ની ઘટના વચ્ચે ત્રીજો ટ્રક પાછળ થી ઘુસી ગયો અને સર્જાયો 3 ટ્રક વચ્ચે અકસ્માત જોકે આ ઘટના મા પ્રથમ ટ્રક ચાલક ને સામાન્ય ઇજા થવા પામી છે પરંતુ ટ્રકો મા ભારે નુકસાન આવ્યુ હોવાનુ સામે આવ્યુ છે જ્યારે ત્રણેય ટ્રક ના આગળ ના કાચ સહિત માલ સમાન તૂટી ગયો હતો અને થોડીવાર માટે અહીં ટ્રાફિક સર્જાયો હતો જ્યારે હજુ આ ટ્રક રોડ વચ્ચે હોવાને કારણે અન્ય વાહન ચાલકો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે સતત વધતા જતા અકસ્માત નુ કારણ રોડ રસ્તા અત્યંત બિસ્માર હોવાને કારણે વધારે અકસ્માત ની ઘટના સામે આવી રહી છે અન્ય નીતિનભાઈ જાદુભાઇ 15 વર્ષ,વિપુલભાઈ ગીગાભાઈ 15 વર્ષ, સહિત લોકો ને ઇજા ઓ થવા પામી હતી અને સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યારે બાઇક ચાલક એ એટલી સ્પીડ ચલાવેલી છે જે આખુ બાઇક સ્વીફ્ટ કાર મા આગળ ઘુસી જતા અકસ્માત સર્જાયો છે જ્યારે અન્ય અકસ્માત ની ઘટના રાજુલા ના ધુડિયા આગરીયા નજીક બની હતી.