રાજુલાના દેવકા કુંભારીયા વચ્ચે પુલ નજીક આવેલ ડાર્યવર્જન ફરીથી ધોવાયું : ભ્રષ્ટાચારનો આક્ષેપ

  • સ્થાનિક પૂર્વ કારોબારી ચેરમેનની ઉચ્ચ કક્ષાએ રજુઆત

રાજુલા,
રાજુલા તાલુકાના કુંભારીયા દેવકા વચ્ચે આવેલ પુલની કામગીરી કેટલાક દિવસોથી ચાલી રહી છે પરંતુ અહીં ઉપરવાસ વરસાદ ના કારણે અહીં સ્થાનિક નદી માં પૂર આવતા ડ્રાયવર્જન ફરી ધોવાણ થયું છે ત્યારે મહત્વ નું એ છે અહીં થોડા દિવસ પહેલા જ ડ્રાયવજન બનાવવા માં આવ્યું હતું પરંતુ નબળું મટિરિયલ વાપરી બનાવ્યું હોવાને કારણે ફરી ધોવાણ થતા આસપાસ ના ગ્રામજનો રાહદારી ઓ ને પસાર થવા માં ભારે મુશ્કેલી પડી રહી છે સાથે અહીં ભારે મોટા વાહનો ની પણ અવર જ્વર બંધ થતા અસપાસના ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક હડમતીયા ના અગ્રણી પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઇ પિંજર જણાવ્યું થોડા દિવસ પહેલા બનેલું ડ્રાવરજન ફરી ધોવાણ થતા રસ્તો બંધ થયો જયારે અહીં ભ્રષ્ટાચાર સતત થાય છે નબળું મટિરિયલ વાપરી રહ્યાં છે આ તપાસ કરવા મારી માંગણી છે