રાજુલાના ધાતરવડી ડેમમાંથી પાણી છોડાતા 4 ગામોમાં ખેડૂતોને નુકશાન

  • 1000 વિઘામાં ખેડૂતોને નુકશાની : તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા ઉચ્ચસ્તરે રજુઆત

રાજુલા,
ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિવિધ ગામો જેવાકે રામપરા કોવાયા સહિતના ગામોમાં અને વડગામમાં પાણી ઘૂસી ગયા હતા જેના અનુસંધાને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરજણભાઈ વાગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોવાયા રામપરા અને ભેરાઈ ગામ માં આજુબાજુના ઔદ્યોગિક એકમો જેવા કે પીપાવાવ પોર્ટ રિલાયન્સ ડિફેન્સ તેમજ જીએચસીએલ દ્વારા આડેધડ રોડ બનાવી નાખતા તેમજ પૂરક દિવાલ તોડી અને જે બાજુ પાણીનો પ્રવાહ હતો ત્યાં ભાડે રસ્તો બનાવી નાખતા આ સ્થિતિનું નિર્માણ થવા પામી છે પરીણામે 1000 વિકાસમાં ખેડૂતોને ભારે નુકસાન નો સામનો કરવો પડ્યો છે આ બાબતે ઉચ્ચ સ્તરેથી પગલાં ભરવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ દ્વારા મંત્રી જિલ્લા કલેકટર તેમજ પંચાયત મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી રાજુલા તેમજ પ્રાંત કલેકટર રાજુલા અને મામલતદાર શ્રી ને પત્ર પાઠવી રજૂઆત કરી છે.