રાજુલાના ધુળીયા આગરીયામાં પરીણિતાનું થ્રેસરમાં ઓઢણી આવી જતા મોત નિપજ્યું

અમરેલી, રાજુલા તાલુકાના ધુળીયા આગરીયા ગામે ચાંચ બંદર ગામની લાખુબેન ગણપતભાઇ શિયાળ ઉ.વ.22 થ્રેસરમાંથી માંડવીના તગારામાં ભરી એક જગ્યાએ ભેગી કરતા હતા તે સમયે અકસ્માતે તેમણે પહેરેલ ઓઢણી થ્રેસરમાં આવી જતા માથામાં તેમજ ગળાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાનેખસેડાયેલ જયાં સારવાર દરમિયાન મોત નિપજયાનું પતી ગણપતભાઇ શિયાળે રાજુલા પોલીસમાં જાહેર કરેલ છે.