રાજુલાના નવી માંડરડીમાં સગીરાની હત્યા : લાશ મળી

રાજુલા,રાજુલા તાલુકાના નવી માંડરડી ગામ નજીક ધાતરવડી નદી કાંઠે લાશ મળી આવતા રાજુલા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયા બનાવ સ્થળે પોહચતા લાશ નદી કાંઠે હતી પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા 16 વર્ષની સગીરવયની દિકરી માંડરડી ગામની હોવાનું જાણવા મળ્યું હતું અને તેણીનાં મોઢાના ભાગે બ્લડ અને પથરોના ઘાના નિશાન મળી આવ્યા બનાવ આસપાસ બ્લડના નિશાન મળી આવ્યા પોલીસને હત્યા થયા હોવાની આશંકા જય રહી છે બીજી તરફ ઘટનાની ગંભીરતા દાખવી એસપી હિમકર સિંહની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ પણ દોડી આવ્યા છે અને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે હત્યાની આશંકાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પૂછ પરછ શરૂ કરવામાં આવી છે નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
ટેક્નિકલ રીતે પણ પોલીસ તપાસ શરૂ
ઘટના સ્થળે ગ્રામજનો સહિત આસપાસના લોકો પણ દોડી આવ્યા છે હાલમાં રાજુલા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ સહિત ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં કોને ફેંક્યો? પથરના ઘા કોને માર્યા શુ કારણ હોય શકે વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે