રાજુલાના પટવામાં પત્નીની લાશનું પીએમ કરાવ્યા વગર અંતિમ સંસ્કાર કરી નખાતા ગુન્હો નોંધાયો

અમરેલી,
રાજુલા તાલુકાના પટવા ગામે વિજુબેન રમેશભાઇ ગુજરીયાને સારવાર માટે દવાખાાને ખસેડાયેલ જ્યા સારવાર દરમ્યાન તા.21/2ના બપોરે તેમનું મૃત્યુ થતા પતિ રમેશ બેચર ગુજરીયા પત્નીની લાશનું પી.એમ. કરાવ્યા વગર લઇ ગયેલ. અને ઘરે આવીને કરશન વશરામ, રવજી અમરા, ભીખા જાદવ, બટુક બાઘા ગુજરીયાની મદદથી અંતિમ સંસ્કાર વિધી કરી પોલીસને જાણ ન કરી ગુન્હો કર્યાની હે.કોન્સ. મરિન પીપાવાવના હમિરભાઇ કામળીયાએ ફરિયાદ નોંધાવી છે.