રાજુલાના પટવા ગામે પરણીતાનું સળગી જતાં મોત

  • પરણીતાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું

અમરેલી,
રાજુલા તાલુકાના પટવા ગામે રમેશભાઇ બેચરભાઇ ગુજરીયાને ગત તા. 23/01 ના બહાર ગામ જવુ હોય. પત્નિ વિજુબેનને પણ સાથે આવવા જણાવેલ અને તેમણે પતિને પણ જવાની ના કહેલ. પતિ રમેશભાઇએ બહાર જવાનું કહેતા લાગી આવતા વિજુબેન રમેશભાઇ ગુજરીયા ઉ.વ. 35 પોતાના શરીરે કેરોસીન છાંટી સગળી જતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું પતિ રમેશભાઇએ પીપાવાવ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.