રાજુલાના માંડરડી અને અમરેલીમાં ઇંગ્લિશ દારૂના દરોડા

અમરેલી, રાજુલાના જુની માંડરડી ગામના જનક જયંતીભાઇ પાટડીયા ઉ.વ.26 ને જુદી જુદી બ્રાંડના 37 બોટલ ઇગ્લિશ દારૂ રૂા.2590 ના મુદામાલ સાથે પો.કોન્સ.મીતેશભાઇ વાળાએ ઝડપી પાડયો હતો.જયારે અમરેલીના બહારપરામાં સાજીદ કાદરભાઇ લોહીયાને બે બોટલ ઇગ્લિશ દારૂ રૂા.150 ના મુદામાલ સાથે લોકરક્ષક અમીતભાઇ સોલંકીએ ઝડપી પાડેલ.