રાજુલાના મેરીયાણાની સીમમાં જુગાર રમતા 4 ઝડપાયા

અમરેલી,
રાજુલા તાલુકાના મેરીયાણા ગામની સીમમાં ટીંબાવાળી ધારના રસ્તે જાહેરમાં જુગાર રમતા મહેશભારથી મહાદેવભારથી ગૌસ્વામી, મગન શામજી સોલંકી, ધીરૂ રામ મોભ, જયેશ રામ પટેલ ને એલ.સી.બી.ના પો. કોન્સ. અજયભાઇ વાઘેલાએ રોકડ, હાથબતી, 3 બાઇક મળી કુલ રૂા. 82,550/- ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. રેઇડ દરમિયાન નનકુ બાવ ઝાઝડા, ભીમ જીવણા ઝાઝડા, ભયલુ કેશુ ઝાઝડા નાશી છુટયા હતા.