રાજુલાના મોબાઇલ ચોરીના ગુનામાં એક ઝડપાયો

રાજુલા,(કનુભાઇ વરૂ)
ગઇ તા.18/02/2023 ના રોજ રાજુલા ધાખડા નગરમાંથી ભગાભાઇ ચકુભાઇ પરમાર રહે.રાજુલા જિ.અમરેલીનો મોબાઇલ ફોન કિ.રૂ.5,300/- નો કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય,જે અંગે ભગાભાઇ દ્રારા કરાવેલ હોય, ઇ એફઆઇઆર અંગે ખરાઇ કરી,તેના પરથી રાજુલા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.11193050230120/2023 આઇપીસી કલમ 379 મુજબનો ગુન્હો રજી.કરવામાં આવેલનાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગએ અમરેલી જિલ્લામાંથી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી,નાગરીકોના ચોરાયે વાહન,મોબાઇલ ફોન તેમને પાછા મળે,તે માટે જરૂરી કાર્યવાહી કરવાં જરૂરી માર્ગદર્શન આપેલ હતું. ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી જે.એન.પરમારની રાહબરી હેઠળ રાજુલા પોલીસ ટીમ દ્રારા તપાસ હાથ ધરવામાં આવેલ અને તા.15/03/2023 ના રોજ રાજુલા ટાઉન વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા હવેલી ચોક વિસ્તારમાંથી એક દિલીપભાઇ ઉર્ફે ગલીડો મોહનભાઇ ચુડાસમા ને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા,પકડાયેલ ઇસમને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરેલ