રાજુલા ,
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીના આતંકએ હાહાકાર મચાવ્યો છે દીપડા સિંહો જંગલી ભૂંડના ત્રાસના કારણે હવે લોકો ફફડી રહ્યા છે સતત ઘટના ઓ વધી રહી છે વનવિભાગને સતર્કતા દાખવી પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત ઉભી થઇ છે આજે અમરેલીના રાજુલા તાલુકામાં આવેલ મોરંગી ગામ નજીક માલધારી સુરાભાઈ ચોથાભાઈ ચાવડાના આશરે 70 ઉપરાંતના ઘેટા બકરાની જોક હતી જેમાં સવારના સમયે દીપડો કૂદી છલાંગ લગાવી અંદર ઘૂસ્યો અને ઘેટા બકરા જીવ બચાવવા રાડા રાડ કરી અને દીપડાએ રીતસર અહીં હાહાકાર મચાવી દીધો અને 19 જેટલા ઘેટા બકરા(પશુ)ના મોતને ઘાટ ઉતારી દીધા આ ઘટના બાદ આસપાસના લોકો એકઠા થતા દીપડો ભાગ્યો અને 5થી વધુ ઘેટા બકરા ઇજાગ્રસ્ત થયા હતા રાજુલા રેન્જના આર.એફ.ઓ. યોગરાજ સિંહ રાઠોડની ટીમને જાણ કરવામાં આવતા તેમની ટીમ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડ્યા હતા અને તપાસ હાથ ધરી પંચરોજ કામગીરી હાથ ધરી
માલધારીને આર્થિક રીતે મોટું નુકસાન
માલધારીના પશુના મોતના કારણે દૂધ આપતા આ ઘેટા બકરના મોતના કારણે આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન ગયું છે માલધારી પરિવાર દ્વારા માંગ કરી છે તાકીદે આ મૃતક પશુ માટે વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે અને દીપડાનો જલ્દી પાંજરે પૂરવા માંગ કરી છેરાજુલા રેન્જના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડનો સંપર્ક કરતા કહ્યું હાલ વરસાદ ચાલુ છે વરસાદ બંધ થયા બાદ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવશે વળતર માટેની કાર્યવાહી શરૂ