રાજુલાના મોરંગી નજીક બે બાળકોના શંકાસ્પદ મૃતદેહ મળ્યા

રાજુલા,

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ગઈ કાલે સાંજે મોડી વિજયભાઈના મકવાણાના બે પુત્ર બાળકો ગુમ થતા ડુંગર પોલીસ સહિત સ્થાનિકો શોધખોળ કરતા હતા આ દરમ્યાન આજે વહેલી સવારે મોરંગી ગામના તળાવ માંથી બને મૃતકની લાશ મળતા ચકચાર મચી ગઇ છે જોકે મૃતકોને રાજુલા હોસ્પિટલમાં લાવતા બંને બાળકોને એકજ જગ્યા ઉપર ઇજાઓ હોવાને કારણે શંકાસ્પદ મામલો સામે આવતા મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો સહિત લોકો હોસ્પિટલમાં દોડી આવ્યા છે સમગ્ર ઘટના અંગે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા પોલીસને જાણ કરી ઊંડાણ પૂર્વક તપામાટસૂચનાઆપતાડી.વાય.એસ.પી.હરેશ વોરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ સહિત પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરી છેહાલમાં મૃતક કૃણાલ ઉ.6,મિત ઉ.10 બંને મૃતકો શંકાસ્પદ હાલતમાં ભાવનગર ફોરેન્સિક રિપોટ માટે રવાના કરાય છે પોલીસ દ્વારા અલગ અલગ 7 જેટલા ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સ્થાનિક લોકોને માહિતી દેવા માટે પોલીસએ અપીલ કરી છે હોસ્પિટલમાં ધારાસભ્યના પુત્ર ભાવેશભાઈ સોલંકી,સાગરભાઈ સરવૈયા,કાનાભાઇ,બાબભાઇ સહીત કોળી સમાજ અગ્રણી સહિત ભાજપ આગેવાનો દોડી ગયા છેબંને મૃતક બાળકો માસુક સગા ભાઈ હતા બંને મૃતક બાળકો ખૂબ નાની ઉંમર હોવાને કારણે તળાવમાં નાહવા જય શકે નહીં અને બંનેને મો ઉપર ઇજાના નિશાન હોવાને કારણે પરિવારજનોએ શંકા દર્શાવી છે અને પોલીસ શંકાના આધારે તપાસ શરૂ કરી છે ગામ આસપાસ સીસીટીવી કેમેરા છે કે કેમ સહિત દિશામાં તપાસો ચાલુકરીછેડી.વાય.એસ.પી.હરેશ વોરાએ જણાવ્યું ગઈ કાલે વિજયભાઇના બે બાળકો ઘરેથી ગયા હતા.તેમને રમવા ગયા એવું હતું અને ડુંગર પોલીસએ ગુન્હો પણ નોંધી દીધો હતો અને આજે સવારે તળાવમાં દેડબોડી તરતી હોવાની જાણ થતાં પોલીસ દોડી ગઈ છે બંને બાળકોને બહાર કાઢી પ્રાથમિક દ્રષ્ટિ એ ભાવનગર ફોરેન્સિક રિપોટ કરાવવો જરૂરી છે એટલે ભાવનગર રવાના કરી છે આ બનાવમાં 7 જેટલી ટીમો બનાવી છે પોલીસ તપાસ કરી રહી છે તપાસ બાદ ખ્યાલ આવશે કેવી રીતે બનાવ બન્યો છે તમામ પાછા ઓ અંગે તપાસ ચાલી રહી છે મારી અપીલ છે લોકોને આ બાબતે કોઈ ખાનગી રીતે વાત કરવા માંગતા હોય કોઇ માહિતી હોય તો મારો સંપર્ક કરવો પોલીસ આ અંગે તપાસ કરી રહી છે અને લોકો શાંતિ રાખે તેવી પણ મારી અપીલ છે.