રાજુલાના રાભડા ગામમાં કોઝવેનાં કામમાં લોટ પાણીને લાકડા

રાજુલા,રાજુલા તાલુકાના રાભડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા હાલમાં કોઝવેનું કામ ચાલી રહ્યું છે તે સાવ નિમ્ન કક્ષાનું થઈ રહ્યું હોય આ બાબતે ગ્રામજનોમાં ફરિયાદના આધારે તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી. જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકાના રાભડા ગામ માં મહુવાના રસ્તા ઉપર રામ તળિયા નદી ઉપર કોઝવે બનાવવાનું કામ ચાલુ છે તે કામ એટીવીટી નાણાપંચ તાલુકા પંચાયતના આયોજન માંથી મંજુર થયેલ છે અને હાલમાં કાર્યરત છે આ કામ હાલના સરપંચના પતિ પોતાના હાથ ઉપર રાખી આ કામ કરી રહ્યા છે જેની અગાઉ આ ગામના અરજી કર્યા બાદ આજ રોજ તાલુકા પંચાયતના સદસ્ય છાયાબેન ધીરજલાલ પુરોહિત દ્વારા મુખ્યમંત્રી તેમાં જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી વાત કરી હતી કે આ કામ એસ્ટીમેન્ટ મુજબ થતું નથી અને માપ સાઈઝ પણ પ્લાન એસ્ટીમેન્ટ જ નથી આ કામ એકદમ હલકી કક્ષાનું અને ગુણવત્તા વગરનું કરેલ છે ત્યારે ગ્રામજનોમાં ભારે રોષ છે અને આ બાબતે મુખ્યમંત્રી સંસદ સભ્ય અને પૂર્વ સંસદીય સચિવ સહિતના ને પત્ર પાઠવી રજૂઆત કરી હતી,વધુમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી આ કામ ગુણવત્તા અને યોગ્ય ન થાય ત્યાં સુધી આ કામ નું પેમેન્ટ ચૂકવવામાં આવશે તો ભ્રષ્ટાચાર બાબતે કોર્ટમાં પણ આ બાબતે કેસ દાખલ કરાશે તેવી ચીમકી તાલુકા પંચાયતના સદસ્ય અને ઉચ્ચ સ્તરે પત્ર પાઠવી રજૂઆત કરી હતી ત્યારે હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત શું પગલાં ભરે છે તેની ઉપર મીટ છે.