રાજુલાના રામપરામાં વૃદાંવન આશ્રમે કુદરતી સોૈદર્ય આકર્ષણરૂપ

  • નદી પર આવેલા ઘાટને જોવાનો એક લ્હાવો : નાળીયેરી આંબાના વૃક્ષોથી છલોછલ : આકર્ષણનું કેન્દ્ર બન્યું

રાજુલા,
રાજુલા તાલુકાના રામપરા ગામે વૃંદાવન વન આશ્રમે કુદરતી સૌંદર્યથી ભરપૂર બીજી તરફ ઘટાદાર નાળિયેરી આંબાના વૃક્ષો ત્રીજી તરફ નદી ઉપર આવેલા ઘાટ જોવાનો એક લહાવો છે રોજના આ વૃંદાવન આશ્રમની અનેક લોકો મુલાકાત લઈ રહ્યા છે . આ જગ્યા ના વિકાસ માં મહંત શ્રી નિર્વાહ અખાડા ના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર દાસ બાપુ નો મહત્વનો નોંધનીય ફાળો છે કુદરતી સૌંદર્ય જોઈ વૃંદાવન બાગ આકર્ષિત અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે પરંતુ સપ્તાહ પૂર્ણ થતાં જગ્યાના મહંત નિર્મોહી અખાડાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર દાસ બાપુ દ્વારા દ્વારા સેવાભાવીઓ વક્તા શ્રી શાસ્ત્રી સંતરામ દાસ બાપુ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી મીઠા ભાઇ લાખણોત્રા. પીપાવાવ પોર્ટના અધિકારીશ્રી સંજય સિંહ તથા મરીન પીએસઆઇ શ્રી સાકરીયા સપ્તાહના મુખ્ય દાતા શ્રી લાલાભાઇ વાઘ જગ્યા સેવક શ્રી દુલા ભાઈ રામતથા કના દાદા શ્રી વજેસિંહ ભાઈ.દુલાભાઈ કોવાયા તથા ગાડા ભાઈ તથા કાળુભાઈ તથા ભાભલુભાઈ મીઠાપુર વગેરે જહેમત ઉઠાવી હતી અને સર્વ નું બહુમાન રાજેન્દ્ર બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું આજે આરતી મહાપ્રસાદ ધાર્મિક જનતાએ લાભ લીધો હતો.