રાજુલાના રામપરા ગામ નજીક 3 શખ્સો મારણ ઉપર પજવણી કરતા વનવિભાગેે દબોચી લીધા

અમરેલી,
દેશની શાન ગણાતા ડાલા મથા સવાજનોની સંખ્યા સૌવથી વધુ ગુજરાતના અમરેલી જિલ્લામાં નોંધાય છે હાલ સિંહોની સંખ્યામાં અમરેલી જિલો આ વર્ષે આગળ છે જ્યારે અહીં વાતાવરણ અનુકૂળ આવ્યું હોવાને કારણે સિંહોની સંખ્યા વધી રહી છે સાથે તેમની સુરક્ષા વધારવા સરકાર એ આગળ આવવું પડશે આજે અમરેલી જિલ્લામા સિંહોની પજવણી કરતા ટીખળ ટોળકી જડપાય છે અહીં પજવણી અને હેરાન પરેશાન કરવાની પ્રવૃતિઓ વધી રહી છે ત્યારે સૌવથી વધુ રાજુલા પંથકમાં આ પ્રકારની સિંહોની પજવણીની ઘટના વધુ સામે આવતા પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ડીસીએફ જયન પટેલ એક્સન મોડમાં આવ્યા છે આ પ્રકારની પ્રવુતિ નહિ ચલાવવા તમામ રેન્જ વિસ્તારમાં રેન્જ ફોરેસ્ટરોને કડક આદેશ સાથે સૂચનાઓ આપવામાં આવી છે જેથી પેટ્રોલિંગ વધારી દેવાયું છે ત્યારે રાજુલા વનવિભાગની ટીમ રામપરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા તે સમયે સિમ વિસ્તારમાં 3 શખ્સ સિંહોની પજવણી કરતા હતા અને તેવા સમયે વનવિભાગની ટીમ ત્રાટકતા ત્રણેય શખ્સોને દબોચી લીધા સ્થળ ઉપર સિંહો મારણ કરતા હોય તેમને દૂર ખસેડી સિંહ દર્શન કરવા આ પ્રકારની પ્રવૃતિઓ સતત કરતા હતા જ્યારે આ શકશોના મોબાઈલ કબજે કરતા સિંહો સાથે સેલ્ફી સિંહો પાછળ દોડધામ કરી સતત પજવણી કરતા હતા જેના કારણે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રાજુલા રેન્જ વનવિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી જેમાં આરોપી રામપરા ગામના રહેવાસી દુલાભાઈ સાદુળભાઈ વાઘ ઉંમર 22,નકાભાઈ સાદુળભાઈ વાઘ ઉંમર22 અને સાવજભાઈ દડુભાઈ વાઘ જે વ્યક્તિ અગાવ પણ વર્ષો પહેલા સિંહોની પજવણી કરી હોવાનું વનવિભાગની તપાસમાં ખુલ્યું છે જેના કારણે તેમની વધુ પૂછ પરછ શરૂ કરી છે અને સમગ્ર કામગીરીમાં પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ડી.સી.એફ.જયન પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એ.સી.એફ.નીલેશ વેગડા,આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ,રાઉન્ડ ફોરેસ્ટરો ટ્રેકરો વનવિભાગના કર્મચારીઓ જોડાયા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વનવિભાગના ઘભખજયન પટેલએ કહ્યું સિંહ સહિત વન્યપ્રાણીની પજવણી ક્યારેય ન કરવી જોઈએ લોકોએ જાગૃત થવાની જરૂર છે આવી પ્રવુતિ સામે આવશે તો વનવિભાગ કાયદેસરની કાર્યવાહી કરશે લોકોને અપીલ કરું છું આ પ્રકારની માહિતી મળે તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવી કેમ કે સિંહોની પજવણી કરવાથી ગુન્હો તો બને જ છે સાથે સિંહો ઉશ્કેરાય જતા હોય છે અને એટેક કરવાની સંભાવના વધી જતી હોય છે.