રાજુલાના રામપરા-2 ગામે પતિએ પત્નિની હત્યા કરી

અમરેલી,
રાજુલા તાલુકાના રામપરા -2 ગામે વિક્રમભાઈ સુમરાભાઈ લાખણોત્રા રહે. કોવાયા ના બેન માલુબેનના લગ્ન સગા ફુઈના દિકરા બુધાભાઈ વાઘ સાથે 20 વર્ષ પહેલા થયેલ. અને તું ગમતી નથી તેવુ જણાવી મેણા ટોણા મારી તા.28/11/22 ના બપોરના 3 વાગ્યે પતિ બુધાભાઈએ માલુબેનને માથામા કુહાડો મારી હત્યા કર્યા ની વિક્રમભાઈએ મરીન પીપાવાવ પોલિસ મથકમા ફરિયાદ નાોધાવતા આ બનાવની તપાસ પી.એસ. આઈ. ડી.બી.મજીઢીયા ચલાવી રહયા છે.