રાજુલાના રીંગળીયાળા નજીક બાઇક સાથે ટેમ્પો અથડાવતા પ્રોૈઢનું મોત થયું

અમરેલી, રાજુલાના રીંગળીયાળા ગામે રહેતા હાદાભાઇ ભવાનભાઈ વાણીયા ઉ.વ.70ના નાના ભાઇ બાઇક નં.જીજે 05 કેએચ 7580 સાથે કોઇ થ્રીવ્હિલર અજાણ્યા ટેમ્પોચાલકે અથડાવી માથામાં ગંભીર ઇજા કરી ટેમ્પો સ્થળ ઉપરછોડીને નાસી ગયાની ડુંગર પોલીસ મથકમાં હાદાભાઇ ફિરયાદ નોંધાવતા બનાવની તપાસ પીએસઆઇ શ્રી ગોહીલ ચલાવી રહયા છે.