અમરેલી,
રાજુલા તાલુકાના વડલી ગામે સંજયભાઈ ધાખડાની દુકાન સામે બર્બટાણા ગામના હનુભાઈ બદરૂભાઈ ભુકણ ઉ.વ. 26 ના ગામમાં અવાર નવાર ચારોડીયાના હરેશ લખુભાઈ ધાખડા પોતાની ફોરવ્હીલ તથો બુલેટ બેફામ રીતે ચલાવી નીકળતો હોય . જેથી ધીમે ચલાવવા અંગે સમજાવતા સારૂ નહી લાગતા દાઝ રાખી ફોરવ્હીલ ગાડી મારી નાખવાના ઈરાદે ચડાવવાની કોશીશ કરી હનુભાઈના બાઈક આગળ પોતાની ફોરવ્હીલ રોડ ઉપર આડી રાખી અવરોધ કરી છરી વડે ડાબા થાપા ઉપર ઘા મારી ઈજા કરી ધમકી આપ્યાની રાજુલા પોલિસ મથકમાં ફરિયાદ.