- વાવેરા પંથકમાં લો વોલ્ટેજનો પ્રશ્ર્ન હવે કાયમી હલ થશે અને વિજ ઉપકરણોનું આયુષ્ય વધશે
વાવેરા ગ્રામ પંચાયતની અથાગ મહેનતથી આજરોજ રાજુલા તાલુકાના વાવેરા ગામે 66ંપ સબ સ્ટેશન (GETCO) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સરપંચ શ્રી બીસુ ભાઈ ધાખડા, તાલુકા ભાજપ મંત્રી શ્રી કનુભાઈ ધાખડા,જેટકો કંપની ના અધિકારીશ્રીઓ હાજર રહેલ.
આથી વાવેરા તેમજ આજુબાજુના વિસ્તારમાં વીજળી નો પ્રશ્ન હલ થવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે.. આ વિસ્તારમાં રોજગારીની તકો વધશે.. લો વોલ્ટેજ નો પ્રશ્નો હલ થશે ખેડૂતોના ઈલેક્ટ્રીક ઉપકરણોની આયુષ્ય વધશે.. જ્યોતિ અવિરતપણે ચાલુ રહેશે વાવેરા તેમજ આજુબાજુના વિસ્તાર ના લોકો માં આનંદ ની લાગણી.. સાથે ગ્રામ પંચાયતને ગ્રામજનો એ અભિનંદન પાઠવ્યા.