રાજુલાના વેપારીઓએ સજજડ લોકડાઉન પાડયું

2 દિવસ પહેલા રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છિક રીતે બંધમાં જોડાવવા માટે અપીલ કરાય હતી

રાજુલા,કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે કોરોના પોજીટીવ કેસ ને લઇ ને હોસ્પિટલો ઉભરાય ઉઠી છે ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા માટે અમરેલી જિલ્લામાં સ્વૈચ્છિક રીતે સતત આગળ આવી રહ્યા છે કેટલાક ગામડાના લોકો પણ સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરી રહ્યા છે જયારે ગામડાના લોકો એ પહેલ કર્યા બાદ હવે શહેરી વિસ્તાર ની સંસ્થા અને લોકો હરકત માં આવ્યા છે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 2 દિવસ પહેલા એક મહત્વ ની બેઠક મળી હતી ત્યાર બાદ સ્વૈચ્છિક શનિવાર,રવિવાર ના 2 દિવસ સ્વયંભૂ લોકડાઉન પાળવા પ્રમુખ બકુલભાઈ વોરા દ્વારા અપીલ કરાય હતી અને સાથે તમામ રાજકીય અગ્રણીઓ એ પણ અપીલ કરી હતી તેને લઇને આજે રાજુલા શહેરમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુ મેડિકલ ને બાદ કરતા તમામ દુકાનો શોરૂમ વેપારી ઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી લોકડાઉન મા જોડાયા છે આજે અને આવતી કાલે પણ લોકો બંધ મા જોડાશે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકો હવે આગળ આવી રહ્યા છે