રાજુલાના શાન સમા પથ્થર ઉદ્યોગ માટે 20 લીઝ રીન્યુ કરતી ગુજરાત સરકાર

  • પથ્થર ઉદ્યોગથી હજારો કુટુંબોના ઘરે ચૂલો સળગે છે : છેલ્લા 15 વર્ષથી ખાણો બંધ જેવી હાલતમાં હતી

રાજુલા શહેરમા પથ્થરની ખાણો કે રાજુલા નિશાન છે આ પથ્થર ઉદ્યોગ મા અનેક મજૂરો પણ કામ કરી રહ્યા છે ભાવનગર ના રાજા થી લઈને આખા ગુજરાતમા રાજુલાનો પથ્થર વખણાય છે. અને મહેલ પણ બીજા છે ત્યારે આ પથ્થર ઉદ્યોગ ધમધમતો રહે તે માટે અગાઉ પથ્થર ઉદ્યોગના લોકો દ્વારા લીઝ આપી પથ્થર ઉદ્યોગને વેગ આપવા માટે પરંતુ છેલ્લા 15 વર્ષ થી આ લીજો રાજ્ય સરકાર માં પડી હતી અને રીન્યુ થતી ન હતી જ્યારે સમગ્ર શહેર સહિત વિસ્તાર ના લોકો દ્વારા માંગણી કરાય હતી આ બાબતે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા સરકારમા રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને રાજુલામા 20 જેટલી લીજો રિન્યુ કરી આપવામાં આવી છે મને પથ્થર ઉદ્યોગને વેગ મળે તે માટે ગુજરાત સરકારે યોગ્ય નિર્ણય કરતા મજૂરોમા આનંદની લાગણી પ્રસરી જવા પામી છે આ બાબતે પથ્થર ઉદ્યોગના યુવાન વેપારી સાગરભાઇ સરવૈયા જણાવ્યુ હતુ કે આ પથ્થર ઉદ્યોગમાં રાજુલા શહેરના અસંખ્ય અને હજારોની સંખ્યામાં મજૂરો મજૂરી કરી અને પોતાના ઘરના ચૂલાસળગાવે છે ત્યારે આ પથ્થર ઉદ્યોગને વેગ મળે તે માટે સરકારે લીઝ રીન્યુ કરતા રીન્યુ કરતા અસંખ્ય મજૂરોને રોજગારી માટે વેગ મળશે આગેવાનો નો આભાર પથ્થરના વેપારીઓ તેમજ મજૂરો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.