રાજુલાના શ્રી વિપુલ લહેરીને ફુલડે વધાવતા શ્રી રૂપાલા, શ્રી સંઘાણી

રાજુલા,
ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા રાજુલાના શ્રી વિપુલ નટવરલાલ લહેરી ને તસ્વીરકલા ક્ષેત્રે આપેલ યોગદાન ને લઈને 2017-18 ના ગુજરાત ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામા આવ્યા હતા.શ્રી લહેરીને એવોર્ડ અપાતા કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલા અને સહકાર શિરોમણી શ્રી દિલીપભાઇ સંઘાણીએ રાજુલા જઇને શ્રી લહેરીને સન્માનીત કરી અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા રાજુલાના શ્રી વિપુલ નટવરલાલ લહેરી ને તસ્વીરકલા ક્ષેત્રે આપેલ યોગદાન ધ્યાને લઈને 2017-18 ના ગુજરાત ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામા આવ્યા હતા જેમા રૂ/-5100/- હજાર તામ્રપત્ર અને ખેસ અને શાલથી સન્માન કરાયું હતું.ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહમા ગુજરાત રાજયના સાંસ્કૃૃતિક પ્રવૃતિ વિભાગના માન મંત્રી શ્રી મુળુભાઈ વોરા તથા અતિથિ તરીકે શ્રી અમિતભાઈ શાહ, શ્રી અમિતભાઈ ઠાકર , અગ્રસચિવ શ્રી અશ્ર્વિનકુમાર , શ્રી કીરીટભાઈ પરમાર મેયર શ્રી અમદાવાદ નીઉપસ્થિતિમા ઠાકોરભાઈ હોલ અમદાવાદ ખાતે તા. 8-6-23 ના રોજ એવોર્ડ અર્પણ કરવામા આવ્યો હતો.આ પ્રસંગે શ્રી પ્રવિણભાઈ કે. લહેરીએ પણ હાર અને શાલ થી સન્માન કર્યુ હતુ આ પ્રસંગે શ્રી નિતેશભાઈ સંઘવી સુરત દક્ષાબહેન સંઘવી , શ્રી વિજયભાઈ ગાંધી જામનગર શ્રી પ્રતિભાબેન ગાંધી , શ્રી ધર્મીષ્ઠાબેન ચિતલીયા – મહુવા શ્રી જયેશભાઈ લહેરી – રાજુલા શ્રી સાવનભાઈ મહેતા ગાંધીનગર શ્રી ૠષીબેન લહેરી અમદાવાદ શ્રી ચેતનભાઈ મહેતા અમદાવાદ શ્રી હર્ષીદાબેન ચિતલીયા, શ્રી પારૂલબેન લહેરી રાજુલા ચૈતન્ય લહેરી , યશ્વી લહેરી, શ્રી દેવભાઈ ચિતલીયા મહુવા અને શ્રી ઝવેરીલાલ મહેતા, શ્રી જોરાવસિંહ જાદવ , શ્રી તૃષારભાઈ અજમેરા ફીરોજભાઈ ઝાંખરા અને કલાજગતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેલ અને શુભકામનાઓ પાઠવી .