રાજુલાના સમઢીયાળા -1 માં હનુમાન દાદાની મુર્તિને ખંડિત કરનાર ઝડપાયો

અમરેલી,
રાજુલા તાલુકાના સમઢીયાળા -1 ગામે સીમમા ધોરાવાળા વિસ્તાર રાણાભાઈમાધાભાઈ બાંભણીયાની માલિકીના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગામના ભુરા બધાભાઈ ગુજરીયાએ ઢોરાવાળા હનુમાન દાદાની મુર્તિ ઉપર કુહાડીના ઘા મારી ધર્મનું અપમાન કરવાના ઈરાદે મુર્તિ ખંડિત કર્યાની મરીન પીપાવાવ પોલિસ મથકમાં ફરિયાદ થતા પોલીસે ગણતરીનાં કલાકોમાં મુર્તિને ખંડીતર કરનાર આરોપીને ઝડપી પાડેલ