રાજુલાના હિંડોરણામાં પરિણિતાનું ગળા ફાંસો ખાઇ લેતા મોત નીપજ્યું

અમરેલી, રાજુલા તાલુકાના હિંડોરણા ગામે મહાવીર ટોકીઝ પાછળ રહેતી હંસાબેન હિતેષભાઇ સોલંકી ઉ.વ.32એ મૈત્રી કરારથી હિતેષભાઇ ભરતભાઇ સોલંકી સાથે રહેતા હોય. તેના છોકરાઓ પતિ પાસે હોવાથી છોકરાઓની ચિંતા કારણે પોતાને લાગી આવતા પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યાનું હિતેષભાઇ સોલંકીએ રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.