રાજુલાના હિંડોરણા હાઇવે ઉપર નાળાનો સ્લેબ તુટ્યો છતા તંત્ર મૌન

રાજુલા,
નેશનલ હાઇવે રાજુલા, ભાવનગર હાઇવે ઉપર હિંડોરણામાં હોટલ સામે હાઇવે નાળાનો સ્લેબ અઢીસો ફુટ તુટી ગયો છે તેથી કોઇ તપાસ કરશે ખરૂ તેવો સવાલ ઉઠ્યો છે. નાળુ તુટ્યું ત્યારે સદભાગ્યે કોઇ વાહન કે લોકો નિકળ્યા ન હતાં નહીંતર મોટી દુર્ઘટના સર્જાત. આ નાળુ રાત્રે માટી નાખી બુરી દેવાની તૈયારી થઇ રહી છે. પરંતુ બાજુમાં આવેલા કોમ્પલેક્ષ વાળા બુરવા દેતા નથી જો તટસ્થ તપાસ થાય તો અગાઉ ધાતરડી ગામેથી જે ઘટના બની હતી તેવી જ સ્થિતિ સર્જાઇ. ધાતરડીના બનાવમાં પણ ફાઇલ અધ્ધર ચડાવી દીધી અને નેશનલ હાઇવેનું નબળુ કામ થતુ હોવાથી કોઇ ફરિયાદ કરવા જાય તો ઉપરથી દબાણ છે તેવું કહેવામાં આવે છે અને ઝડપી રોડ પુરો કરવા કહેવાય છે. ધાતરડી વાળાને હાઇવે બંધ રાખ્યો ત્યારે 15 દિવસ પછી બનાવી આપવા ગ્રામજનોને ખાત્રી આપી હતી. છતા ધ્યાન અપાયું નથી. અને રજુઆતો પણ કોઇ સાંભળતુ નથી. તટસ્થ તપાસણી કરી પગલા લેવા અને ભ્રષ્ટાચારનો ભાંડો ખોલવા આ વિસ્તારમાંથી લોક માંગણી ઉઠી .