રાજુલા,
આગામી સ્વાતંત્ર પર્વ નિમિત્તે ભારત સરકાર દ્વારા આ વર્ષે દેશની આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીરોની શ્રદ્ધાંજલિના અનુલક્ષમાં આગામી તા.09.08. 2023 થી તા.15.08.2023 દરમિયાન મેરી માટી મેરા દેશ અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં ઉજવવામાં આવશે તે નિમિત્તે દરેક ગ્રામ પંચાયત ખાતે શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે એક સ્મારકનું નિર્માણ (શીલા ફલકમ) કરવાનું થાય છે જેનો ખર્ચ અંદાજે 15 થી 20 હજાર રૂપિયા જેવો થઈ શકે તેમ છે જે માટે મનરેગા યોજનામાંથી આ કામગીરી કરી શકાય તેમ છે. જે કામગીરીને ટૂંકા સમયમાં પૂરી કરવા માટે રાજુલા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમાર દ્વારા તા.27.07.2023 ના રોજ રાજુલા તાલુકાના તમામ સરપંચો અને તલાટી કમ મંત્રીઓની એક સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી.જેમાં રાજુલા તાલુકાના 70પંચાયતના હાલમાં કાર્યરત 58 સરપંચો પૈકી આ બેઠકમાં ઉપસ્થિત તમામ સરપંચો પૈકી 20 જેટલા સરપંચોએ સરકારની કોઈ યોજના કે ગ્રાન્ટનાં બદલે પોતાના ગામના લોકફાળા અને દાનની રકમમાંથી આ સ્મારકના નિર્માણ કરવાની જાહેરાત કરીને શહીદોને તેમજ માતૃભૂમિને ણ અદા કરવાની ખેવના સાથે એક અનોખી એકતા અને દેશભક્તિનું પ્રતિક રજુ કરેલ છે તેમજ રાજુલા તાલુકામાં શ્રેષ્ઠ સરપંચ તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ મોરંગી ગામના સરપંચ કાનજીભાઈ રાઠોડ દ્વારા તેમના ગામના શીલા ફલકમના નિર્માણની કામગીરી તેઓની પંચાયત પોતાના લોકફાળામાંથી કરશે આ સહિત માંડલ ગામના સરપંચ ગોવિંદભાઈ વાળા, કોવાયા ગામના સરપંચ ઝીણાભાઈ લાખણોત્રા,ચોત્રા ગામના સરપંચ નયનાબેન કિકાણી,મોટા આગરીયા ગામના સરપંચ કંચનબેન સાવલિયા, ભાક્ષી ગામના સરપંચ અમુબેન ધાખડા, વાવડી ગામના સરપંચ અનકભાઈ ધાખડા,નવા આગરીયા ગામના સરપંચ ભાવનાબેન છોટાળા,ઝાંઝરડા ગામના સરપંચ હંસાબેન જીંજાળા,નવી માંડરડી ગામના સરપંચ વીરજીભાઈ ભીમાસીયા, કથીવદર ગામના સરપંચ બાબુભાઈ વાઘ,મજાદર ગામના સરપંચ ધાનરુબેન અરડુ, રાજપરડા ગામના સરપંચ જયદીપભાઇ લાડુમોર,ઊંચૈયા ગામના સરપંચ લખુભાઇ બેપારીયા,પટવા ગામના સરપંચ નિલેશભાઈ ગુજરીયા, સમઢીયાળા 1 ગામના સરપંચ રવજી ભાઈ ચૌહાણ, ધુડીયા આગરીયા ગામના સરપંચ બળવંતભાઈ લાડુમોર,છતડીયા ગામના યુવા આગેવન વીરભદ્રભાઈ ડાભીયા તેમજ નિંગાળા 1 હરસુરભાઈ લાખણોત્રા દ્વારા સમાન પ્રકારની જાહેરાત કરીને તેમના ગામના શીલાફલકમનું નિર્માણ તેમના લોકફાળાથી કરીને માતૃભૂમિને રૂણઅદા કરશે તેવી જાહેરાત કરતા આ સરાહનિય કામગીરીને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પણ બિરદાવવામાં આવેલ