રાજુલાની એક લાખની જનતાને દુષિત પાણીનું વિતરણ : શ્રી રવુભા ખુમાણ

  • રાજ્યના પાણી પુરવઠા મંત્રી અને પ્રભારી મંત્રીને રજુઆત કરતા પાલિકાનાં જાગૃત પુર્વ પ્રમુખ 
  • જિલ્લા ભાજપનાં આગેવાન શ્રી રવુભા ખુમાણ દ્વારા જિલ્લા કલેક્ટર તથા શ્રી હિરાભાઇ સોલંકી સમક્ષ મંજુર થયેલ ફિલ્ટર પ્લાન્ટ તાત્કાલીક બનાવવા માંગ

રાજુલા,અમરેલી જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા એટલે રાજુલા રાજુલા શહેર એટલે ઉદ્યોગિક ધમધમતું શહેર છે સરકાર શ્રી ના ચોપડે એક લાખની વસતી બોલે છે પરંતુ આરોગ્ય તંત્ર સાથે છેડા થતા હોવાની ચોકાવનારી રજૂઆત શહેરીજનો પ્રમુખશ્રી બકુલભાઈ વોરા તથા ગજેન્દ્ર સિંહ પરમાર વનરાજભાઈ વરુ નાગરિકોએ રવું ભાઈ ખુમાણને કરતા તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા મંત્રી. ગાંધીનગર જિલ્લા પ્રભારી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી તથા જિલ્લા કલેકટર તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી રજૂઆત કરી જણાવ્યું હતું કે ફિલ્ટર પ્લાન મંજૂર થઈ ગયેલો છે છતાં પણ કોઇ કામગીરી થતી નથી શહેરના લોકો દાતરડી ડેમનું પાઇપલાઇન ટાંકો માં સીધું નાખવામાં આવે છે ત્યાંથી સીધું પાણી શહેરમાં વિતરણ થાય છે ફિલ્ટર કર્યા વિના નું પાણી શહેરીજનો પીવે છે જે આરોગ્ય માટે હાનિકારક છે ત્યારે સત્વરે સંબંધિત સત્તાવાળાઓને પત્ર પાઠવી રાજુલા ને શુદ્ધ પાણી મળે તે માટે ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરવા માટે ફિલ્ટર પ્લાન્ટ પ્રથમ તો સફાઈ કરવો જોઈએ તેમાં પણ માટી ભરાઇ ગયેલ છે અને થોડું પાણી આવે છે ત્યારે સત્વરે પાઇપલાઇનમાંથી ચોખ્ખું પાણી મળે તે માટે ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરવો જોઈએ તેવો પત્ર સંબંધિત સત્તાવાળા અને શ્રી ર વભાઈ ખુમાણે મોકલ્યો હતો તાત્કાલિક ધોરણે ફિલ્ટર પ્લાન્ટ ની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી હતી.