રાજુલાની સગીરા ઉપર કોડીનારમાં દુષ્કર્મ : સગો મામો જ બન્યો દલાલ

  • મોસાળમાં 15 વર્ષની સગીરાને “ધંધે’’ લગાડવાના હીન પ્રયાસોથી ફીટકાર
  • કોડીનારનો રાજકીય આગેવાન ફરાર : રાજુલા પંથકમાં પણ ખળભળાટ : અવાર નવાર ફાર્મ ઉપર લઇ જઇ સગીરા ઉપર દુષ્કર્મ : નાની અને મામાના કાળા કૃત્યો સામે દાદીમાએ ફરિયાદ નોંધાવી

અમરેલી,
રાજુલાની 15 વર્ષની બાપ વગરની મોસાળ ગયેલી સગીરા ઉપર કોડીનારમાં દુષ્કર્મ કરાવતા ખળભળાટ મચ્યો છે અને તેમાં સૌથી ચોકાવનારી બાબત એ સામે આવી છે કે આ સગીરાનો સગો મામો જ દલાલ બન્યો હતો મોસાળમાં 15 વર્ષની સગીરાને “ધંધે’’ લગાડવાના હીન પ્રયાસોથી ફીટકાર વરસી રહયો છે અને દિકરીની ઉમરની સગીરા સાથે મોં કાળુ કરનાર કોડીનારનો રાજકીય આગેવાન પ્રવિણ ઝાલા ફરાર થઇ ગયો છે પોલીસે આ સગીરાના મામા, નાની અને લીલી અશોક વાઘેલાની ધરપકડ કરી છે આ ઘટનાથી રાજુલા પંથકમાં પણ ખળભળાટ મચ્યો છે અવાર નવાર કોડીનાર નજીકના ઉના રોડ ઉપર આવેલા ફાર્મમાં લઇ જઇ સગીરા ઉપર દુષ્કર્મ કરાયુ હતુ અને એફઆઇઆરમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે આ સગીરાએ તેમના રાજુલા રહેતા દાદીમાને જણાવેલ કે તેમને પાવૈયા મારફતે ખબર પડી હતી કે અહીં છોકરીઓનો અને દારૂનો ધંધો ચાલે છે જેથી પોતે ના પાડતા તેને ખોરાકમાં કોઇ વસ્તુ આપી દેવામાં આવતી હતી અને ઘેનમાં સરી જતી હતી જાગ્યા પછી ખબર પડતી કે તેની સાથે ખરાબ કામ થયેલ છે આ સગીરાના નાની અને મામાના કાળા કૃત્યો સામે દાદીમાએ ફરિયાદ નોંધાવી છે.