રાજુલાની સમર્પણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ

રાજુલા,
રાજુલામાં આવેલી સમર્પણ મલ્ટી સ્પેશ્યાલીટી ખાનગી હોસ્પિટલમાં ભાવનગર આરોગ્ય વિભાગના આરડીડી ડાયરેક્ટર મનિષ ફેન્સી અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી આર.એમ. જોષી સહિતની ટીમે દરોડો પાડી ચકાસણી કરતા એવી વિગતો મળી હતી કે રાજુલાની સિવીલ હોસ્પિટલના બેડોક્ટરો ડો. મહેશ કાતરીયા નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાંત તરીકે પ્રેકટીસ કરતા અને ડો. ભુમિકા કડીયા સ્ત્રીરોગ નિષ્ણાંત તરીકે પ્રેકટીસ કરતા મળી આવ્યા હતા જેમાં ડો. ભુમિકા પાસે ગાયનેક વિભાગની ડિગ્રી ન હતી બંનેના નિવેદન નોંધી નોટીસો અપાઇ છે અને હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યુ છે ગયા જાન્યુઆરી મહિનામાં જ રાજુલાની સૌથી મોટી ખાનગી સમર્પણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ૠષિકેશ પટેલના હસ્તે ઉદઘાટન કરાતા આ હોસ્પિટલ નામાંકીત બની હતી અને તેમાં થયેલા ચેકીંગ અને કાર્યવાહીથી તબીબી ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો .