રાજુલા, રાજુલા નજીક ધાતરવડી ડેમ નંબર 2 ના નીચાણ વાળા ભાગમાં ધાતરવડી નદી માં ઊંડા ખાડા છે ખાખબાઈ રોડ ઉપર આવેલ આ નદીમાં આજે બપોરનાં સમયે રાજુલાની વડનગર સોસાયટીના લગભગ 30 થી 35 જેટલા યુવાનો આ નદીના ખાડામાં ઉનાળા ને ગરમીમાં મોજ માણવા ગયા હતા પણ તેમાં એક યુવાન ઊંડા ખાડામાં ગરકાવ થઇ જતા તેને બચાવવા માટે તેના કેટલાક મિત્રોએ ઘણા પ્રયત્ન કર્યા પણ આ યુવાન ગરકાવ થઈ ગયો અને મોતને ભેટયો છે. તે યુવાન નું નામ જુગેન કિશોરભાઇ ધખડા ઉ. વ.22 . કિશોરભાઈ ધાખ ડા ને બે પુત્રો છે અને તેમાં આ પૂત્ર નાનો છે અને અપરિણીત છે આ કુટુંબ ઉપર આવી આફત આવી પડતા વડનગર દલિત સમાજમાં ખૂબ જ આઘાત અને હાહાકાર મચી ગયો છે. આ યુવાનોના માતૃશ્રી કાંતાબેન કિશોરભાઈ ધાખડા તેઓ કોંગ્રેસ પક્ષમાંથી રાજુલા નગરપાલિકા માં ચાલુ ના સદસ્ય છે અને આ જ ટર્મ તેઓ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે તેમના ઉપર આ આઘાત આવી પડતાં સત્તુ ભાઈ ધાખડા દિપેનભાઇ ધાખડા રમેશ કાતરીયા મયુર દાદા તેમજ રાજુલા નગરપાલિકા ની ટીમ એમ જ દલિત આગેવાનો ખૂબ જ વિશાલ સંખ્યા માં હોસ્પિટલમાં પણ આવી પહોંચ્યા હતા અને તેમની સ્મશાન યાત્રા માં જોડાયા છે . આ બનાવ બપોર ના સમયે બનેલ છે