રાજુલામાંથી ડ્રગ્સનું રેકેટ પકડતી એટીએસ

રાજુલા,
નકલી ઇ-કોમર્સ વેબસાઇટ બનાવી અમદાવાદ વસ્ત્રાપુર ખાતે ના સંસર્ય એપાર્ટમેન્ટના એ-402 નં ના ફ્લેટમાંથી માદક પદાર્થોની હેરાફેરી કરવાનું રેકેટ ચલાવી રહેલ છે તેવી બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસ.ના ના.પો.અધિ. શ્રી હર્ષ ઉપાધ્યાય, પો.ઇન્સ. શ્રી જે.એન.ચાવડા તથા અમદાવાદ શહેર એસ.ઓ.જી પો.સ.ઇ. શ્રી પી.આર.બાંગા અને તેમની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેઇડ પાડી સોહિલ ઉર્ફે સાહિલ જુબેરભાઈ શીરમાન તથા બસીત સમા બન્ને રહે. સંધી સોસાયટી, મોટા લીલીયા, અમરેલી નાઓને 19.85 ગ્રામ એમ્ફેટામાઇન, 60.53 ગ્રામ ઓપિઓઇડ ડેરીવેટીવ્ઝ, 321.52 ગ્રામ ચરસ તથા 3.235 કિ.ગ્રા. ગાંજો મળી કુલ 3.637 કિ.ગ્રા. નો કિં. રૂ. 8,28,285/- ના જથ્થા સાથે પકડી પાડેલ. તથા પ્રાથમીક પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે આ આરોપીઓ દ્વારા એક ફર્જી ઇ- કોમર્સ વેબસાઇટ બનાવવામાં આવેલ જે થકી તેઓ માદક પદાર્થોનો ઓર્ડર લેતા હતા. તથા આ ઓર્ડર જે તે જ્ગ્યાએ પહોંચાડવા માટે તેઓ એમેઝોન કમ્પનીના કવરનું પાર્સલ બનાવી તેને પ્રાઇવેટ કુરીયર અથવા ટ્રાવેલ્સ દ્વારા મોકલતા હતા. આ રેકેટનો માસ્ટરમાઇન્ડ આકાશ કનુભાઇ વિંઝાવા, રહે. રાજુલા, અમરેલીનો હોવાનું બહાર આવતા ગુજરાત એ.ટી.એસ.ના પો.ઇન્સ. શ્રી એસ.એન.પરમાર તથા પો.સ.ઇ. એમ.એસ.ત્રીવેદી નાઓની એક ટીમ રાજુલા ખાતે રવાનાકરવામાં આવેલ જ્યાંથી ગુજરાત એ.ટી.એસ.ની ટીમે આ રેકેટના માસ્ટરમાઇન્ડ આકાશ કનુભાઇ વિંઝાવા, રહે. રાજુલા, અમરેલી નાને પકડી પાડેલ છે. આ તમામ વિરૂધ્ધ એ.ટી.એસ. ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. વધુમાં, જાણવા મળેલ કે ઉપરોક્ત વર્ણનવાળું એક પાર્સલ શ્રી જલારામ ટ્રાવેલ્સ મારફ્તે રાજુલા ખાતે મોકલવામાં આવેલ છે, જે અંગે અમરેલી એસ.ઓ.જી. ને આ પાર્સલ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવતા અમરેલી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી આર કે કરમટાએ રાજુલાના જલારામ ટ્રાવેલ્સમાંથી ડ્રગ્સના આ પાર્સલને કબજે કરી એટીએસને જાણ કરી છે.અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે.આકાશ રાજુલાથી નશાનો કારોબાર ચલાવતો હોવાનું બહાર આવેલ હોય એટીએસ દ્વારા આખાય રેકેટની જીણવટભરી તપાસ ચાલુ છે.