રાજુલામાં અકસ્માતનાં બનાવમાં 85 લાખ ચૂકવવા આદેશ

  • 2016માં રાજુલામાં બનેલા અકસ્માતમાં 46 વર્ષના દિનેશભાઇનુ મૃત્યુ થયું હતું
  • ઇફકો ટોકીયો કંપનીએ બચાવમાં અકસ્માતમાં પોલીસ ફરિયાદ નથી થઇ,પબ્લીક પ્લેસમાં બનાવ નથી અને અકસ્માત સર્જનાર પાસે લાયસન્સ નથીની દલીલો કરેલ
  • શ્રી સૈયદે સુ્પ્રિમ, હાઇકોટ જજમેન્ટ રજુ કર્યા : 85 લાખ ચુકવવા હુકમ કરતી કોર્ટ

અમરેલી, રાજુલાના વેપારીના અકસ્માતમાં મોતના કેસમાં કોર્ટે વ્યાજ વિમા કંપનીને વ્યાજ સહિત 85 લાખનું વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો.આ કેસની વિગતો એવા પ્રકારની છે કે, રાજુલાના વેપારી દિનેશભાઇ લાલજીભાઇ સરવૈયા તા.29-01-2016 ના રોજ પથ્થરની ખાણમાંથી ક્રેઇન નં.જીજે 1 એફ.ક્યુ. નં.9118 દ્વારા પથ્થર કાઢવાનું કામ ચાલુ હતુ ત્યારે ક્રેઇનનું બેલેન્સ નહી રહેતા દિનેશભાઇને ક્રેઇનનું હુક (બુમ) માથામાં ભટકાતા અકસ્માતથી તેનું મૃત્યુ નીપજેલ હતુ. જેનું રૂા.70,00,000 અંકે રૂપીયા સીતેર લાખ પુરા નું વળતર મળવા મરનારના વારસો જ્યોતિબેન દિનેશભાઇ સરવૈયા વિગેરેએ રાજુલા કોર્ટમાં કલેઇમ કરેલ હતો. જેમાં ઇફકો ટોકીયો વિમા કુ. એ પબ્લીક પ્લેસમાં બનાવ બન્યો નથી, અકસ્માત અંગે ફરીયાદ થઇ નથી, બેદરકારી ડ્રાઇવરની નથી. ડ્રાઇવર પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાયસન્સ નથી, વિગેરે તકરારો કરેલી, જેની સામે અરજદારના એડવોકેટ એમ.જે. સૈયદે દ્વારા લેખીતમાં ધારદાર દલીલો કરી જવાબ આપેલ જેમાં સુપ્રિમ કોર્ટ ગુજરાત હાઇકોર્ટના જુદા જુદા જજમેન્ટ રજુ કરવામાં આવેલા. જેમાની રાજુલાના એડી. ડિસ્ટ્રીક્ટ જજ શ્રી એસ.પી. ભટ્ટે ચુકાદો આપી ઇફકો ટોકીયો વિમા કુ. ને રૂા.55,37,943 નું વળતર 8.5 ટકા અરજીની તારીખથી વ્યાજ તથા ખર્ચ મળી કુલ રૂા.85,00,000 અંકે રૂપીયા પંચ્યાસી લાખ પુરા ઉપરાંતનું વળતર ચુકવવા હુકમ કરેલ છે. અરજદારો તરફે અમરેલીના જાણીતા એડવોકેટ એમ.જે. સૈયદ રોકાયેલા હતા.