રાજુલામાં અખિલ ભારતીય આહિરાણી ડેમો મહારાસ યોજાયાં

રાજુલા,
આગામી 24 ડિસેમ્બર 2023 ના રોજ દ્વારકા ખાતે અખિલ ભારતીય આહિરાણી રાસ ગરબા સંગઠન દ્વારા કાર્યક્રમનું આયોજન થનાર છે તેના ભાગ સ્વરૂપે તેના ડેમો રાસ ગરબાનું આયોજન આજરોજ રાજુલા ખાતે કરવામાં આવ્યું હતુંરાજુલા શહેર તેમજ તાલુકા આહિર સમાજને બહેનો દ્વારા આ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આહિર સમાજના પરંપરાગત ડ્રેસમાં સૌ મહિલાઓ ઉપસ્થિત રહી અને રાસ ગરબા રજૂ કર્યા હતા. 24 ડિસેમ્બર દ્વારકા ખાતે યોજાનાર આ રાસ ગરબા ના ડેમો સ્વરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં આહીર સમાજની બહેનોએ લાભ લીધો હતો અને ભવ્ય પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આકે આહીર સમાજના ગાયક ભાવુ બેન આહીર દુલાભાઈ આહીર તેમજ સાવજભાઈ આહીર દ્વારા ગરબાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને આહીર સમાજના બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા .