રાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વધુ એક સિંહણનું મોત નિપજ્યું છે. ૨.૫ વર્ષની સિંહણનું બિમારીથી મોત થયું છે. સિંહણને સારવાર માટે રાજુલાથી સક્કરબાગ ઝૂમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સિંહણનું મોત થતાં સિંહણ પ્રેમીઓમાં દૃુખની લાગણી પ્રસરી ગઈ છે.
વાવડી ગામમાં રહેતી સિંહણ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી. જેથી ગઈકાલે સાવરકુંડલા રાજુલા વિભાગની સીમમાં વાવડી ગામના મહેસુલ વિસ્તારમાંથી આ સિંહણનું રેસ્ક્યૂ કરી વધુ સારવાર માટે તેને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રિફર કરવામાં આવી હતી. પરંતુ સિંહણનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.