રાજુલા,
રાજુલા શહેરમાં કુલ 31 આંગણવાડી કેન્દ્રો આવેલા છે આ એક જ 31 આંગણવાડી કેન્દ્રમાં અસંખ્ય બાળકો આવી રહ્યા છે અને આંગણવાડી કેન્દ્ર સંચાલકો તેનો વહીવટ કરી રહ્યા છે પરંતુ આ આંગણવાડી કેન્દ્રો જે આવેલા છે તેમાંથી અડધો અડધ એટલે કે 17 જેટલા આંગણવાડી કેન્દ્રો ભાડા ઉપર ચાલે છે જેના પરિણામે સરકારની તિજોરી ઉપર મોટો ભાર પડે છે અને ભાડા ઉપર ચાલતા આંગણવાડી કેન્દ્રમાં ખરેખર સુવિધાઓ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે ત્યારે રાજુલા શહેરમાં જે 17 ભાડાના આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યા છે તેને નવા બનાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે અત્રે નોંધનીય બાબત છે કે આ બાબતે રાજુલા આંગણવાડી કેન્દ્રના જવાબદાર અધિકારીને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે આ આંગણવાડી કેન્દ્ર 2018માં એક આંગણવાડી કેન્દ્ર રાજુલા નગરપાલિકાના પ્રમુખના વિસ્તારમાં ધર્મરાજ સોસાયટીમાં બનેલ છે બાદમાં એક પણ આંગણવાડી કેન્દ્ર બનેલ નથી અને આ આંગણવાડી કેન્દ્ર બનાવવાની જવાબદારી નગરપાલિકાની હોય છે તે એવું જણાવી રહ્યા છે તો દસ દસ પ્રમુખ બદલાવ્યા છતાં આંગણવાડી કેન્દ્ર બન્યા નથી તે લગ્ન સત્ય છે તો બીજી તરફ રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર એવું જણાવે છે કે આ આંગણવાડી કેન્દ્રો તાલુકા જિલ્લા પંચાયત હસ્તગત છે અને તેને બનાવવાના હોય છે તેમાં નગરપાલિકાને કોઈ લેવાદેવા નથી આમ બંને અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે તો ખરેખર આંગણવાડી કેન્દ્ર બનાવવાના કોને તેની પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે હાલ તો અસંખ્ય બાળકોનું ભવિષ્ય આંગણવાડી કેન્દ્રમાં ભાડા ઉપર ચાલી રહ્યું છે ત્યારે આ દિશામાં યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે.