રાજુલામાં આવશ્યક ચીજવસ્તુઓનો કાળા બજાર કરનાર બે શખ્સોને પીબીએમ હેઠળ જેલમાં ધકેલ્યાઅનાજના કાળા બજાર સંગ્રહખોરી કરતા મળી આવેલા : રાજુલા પોલીસ મથકમાં ગુનો નોંધાયેેલો

  • અનાજના કાળા બજાર સંગ્રહખોરી કરતા મળી આવેલા : રાજુલા પોલીસ મથકમાં ગુનો નોંધાયેેલો

અમરેલી,
સમાજના નબળા અને મધ્યમ વર્ગના લોકોને વ્યાજબી ભાવે અને સરળતાથી નિયત પ્રમાણ મુજબ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ જેવી કે ઘંઉ, ચોખા, ખાંડ, ખાદ્ય તેલ, કેરોસીન વિ. નિયમિત રીતે મળી રહે તે હેતુથી સરકારશ્રી.એ રાજ્યમાં જુદા જુદા સ્થળે વ્યાજબી ભાવની દુકાન અંગેની યોજના અમલમાં મુકેલ છે. આ યોજના અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજના કાળા બજાર અને અનઅધિકૃત સંગ્રહ કરતાં મળી આવેલ બે શખ્સો સુરેશભાઇ નાગરદાસ તારાપરા પ્રોપઇટર, ભારત ટ્રેડીંગ, રહે.રાજુલા, વ્રજ ભુમિ, શેરી નં.3, સવિતા નગર, રાજુલા, હુશેનભાઇ મુખ્તારહુશેન કપાસી પ્રોપઇટર, બાબજી સેલ્સ, રહે.રાજુલા, મેઇન બજાર ને પી.બી.એમ. હેઠળ જેલ હવાલે કરેલ છે.ઝડપાયેલ સુરેશ નાગરદાસ તારાપરા સામે સરકારશ્રીની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવતા ઘંઉ તથા ચોખા જેવી આવશ્યક ચીજ વસ્તુઓનો આર્થિક લાભ મેળવવા ગેરકાયદેસર સંગ્રહ કરી, નિકાલ કરી તેને ખુલ્લા બજારમાં વધુ નફો મેળવવા કાળા બજારમાં વિતરણ કરી, બિન-પરવાનેદાર વેપારી તરીકે ખરીદ વેચાણના સ્થળે અનુસરવાની નિતીઓ મુજબ ધંધાના સ્થળે ઉધડતો સ્ટોક, વેચાણ રજીસ્ટર, વિ.રેકર્ડ નહી રાખી આરોપીના કબ્જામાંથી જાહેર વિતરણ વ્યવસ્થાના ઘંઉ 278 કટા, વજન 1390 કિ.ગ્રા. બજાર કિંમત રૂા.2,08,500/- તથા ચોખા 200 કટા, વજન 10000 કિ.ગ્રા. બજાર કિમંત રૂા.1,40,000/- નો જથ્થો ગે.કા. રીતે રાખેલ, જે ટ્રક આઇસર કિ.રૂા.70,000/- સહિત કુલ-રકમ રૂા.4,18,500/-ના જથ્થો તપાસણી દરમ્યાન મળી આવેલ હોય, જે સસ્તા ભાવે મેળવેલ જથ્થો, ઉંચા ભાવે વેચી, નફો મેળવી, સરકારશ્રી સાથે ઠગાઇ કરી, ગુન્હો કર્યા વિ.બાબતેે રાજુલા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. 11193050201841, ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ-1955ની કલમ-7 તથા ઇ.પી.કો. કલમ-417 મુજબ ગુન્હો નોંધાયેલ છે. એ જ રીતે અટકાયતી હુશેનભાઇ મુખ્તારહુશેન કપાસી વિરૂધ્ધમાં નોંધાયેલ ગુનાની વિગત મુજબ સરકારશ્રીની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવતા ઘંઉ તથા ચોખા જેવી આવશ્યક ચીજ વસ્તુઓનો આર્થિક લાભ મેળવવા, ગેરકાયદેસર સંગ્રહ કરી, નિકાલ કરી, તેને ખુલ્લા બજારમાં વધુ નફો મેળવવા કાળા બજારમાં વિતરણ કરી, બિન-પરવાનેદાર વેપારી તરીકે ખરીદ વેચાણના સ્થળે અનુસરવાની નિતીઓ મુજબ ધંધાના સ્થળે ઉધડતો સ્ટોક, વેચાણ રજીસ્ટર, વિ.રેકર્ડ નહીંં રાખી, આરોપીના કબ્જામાંથી જાહેર વિતરણ વ્યવસ્થાના ઘંઉ 50 કિ.ગ્રા. ભરતીના ઘંઉ 500 કટા, કિંમત રૂા.3,75,000/- નો ગે.કા.રીતે રાખેલ જથ્થો તપાસણી દરમ્યાન મળી આવેલ હોય, જે સસ્તા ભાવે મેળવેલ જથ્થો, ઉંચા ભાવે વેચી, નફો મેળવી, સરકારશ્રી સાથે ઠગાઇ કરી, ગુન્હો કર્યા વિ. બાબતેે રાજુલા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. 11193050201842 ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ-1955ની કલમ-7 ૈંઁભ કલમ-417 મુજબનો ગુન્હો નોંધાયેલ છે.