રાજુલામાં આહિર સમાજનાં મોભી ઉપર વજ્રઘાત : બે દિવસમાં માતા-પુત્રનાં નિધન

રાજુલા,

મૂળ ગાંજાવદર હાલ રાજુલા સવિતા નગરમાં રહેતા આહીર સમાજના અગ્રણી ભગવાનભાઈ લાખાભાઈ વાઘના ધર્મ પત્ની માલેશ્રીબેન ભગવાનભાઈ વાઘ ઉંમર વર્ષ 62 નું તારીખ 23.2. 23 ના રોજ અવસાન થયેલ છે તે ગભરુભાઈ ભગવાનભાઈ વાઘ. સુમરીબેન સાવજભાઈ રામ. સોનલબેન પરેશભાઈ લાખણોત્રા તેમજ કવિતાબેન ભગવાનભાઈ લાખણોત્રા ના માતૃશ્રી થાય તેમ જ આતાભાઇ વાઘ ગાંજાવદર અને હરસુરભાઈ વાઘ ગાંજાવદર ના ભાભી થાય… તેમના જ ઘરે આજે તારીખ 24 .2.23 ના રોજ સવારે ભગવાનભાઈ લાખાભાઈ વાઘના નાના પુત્ર લાલજીભાઈ ભગવાનભાઈ વાઘ ઉંમર વર્ષ 29 જે ડિગ્રીમાં મિકેનિકલ એન્જિનિયર થયેલ હતા તેમનું અચાનક અવસાન થયેલ છે. તે ગભરુભાઇ વાઘના નાનાભાઈ તેમજ સુમરીબેન સાવજભાઈ રામ સોનલબેન પરેશભાઈ લાખણોત્રા કવિતાબેન ભગવાનભાઈ લાખણોત્રોના નાનાભાઈ થાય તેમ જ આતાભાઇ વાઘ ગાંજાવદર અને હરસુરભાઈ વાઘ ગાંજાવદર ના ભત્રીજા થાય.