રાજુલામાં એસટી બસસ્ટેશનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

અમરેલી,
આજરોજ તા.22/09/2022 ના 09/15 વાગ્યે રાજુલા, એસ.ટી બસ સ્ટેશનમાંથી રાજુલા પોલીસ સ્ટેશનના હેઙ.કોન્સ બી.એમ.વાળા તથા એસ.ટી વિભાગના દેવેન્દ્રસિંહ બાબુભા આસીસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ વિજીલન્સ સ્કોડ અમદાવાદનાઓએ સંયુકત ઓપરેશન કરી,ખાનગી બાતમી આધારે દિવ-ભાવનગર રૂટની ગુર્જરનગરી એસ.ટી બસ નં.ય્વ-18-ઢ-2349 માંથી બિનવારસી હાલતમાં કાપડની ત્રણ અલગ અલગ થેલીઓ તથા રેકઝીનના થેલામાં ભારતીય બનાવટના પરપ્રાન્તના ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો (1) રોયલ સ્ટેગ ક્લાસીક પ્રિમીયમ વ્હિસ્કી સહિતની કુલ 39 જુદી જુદી બ્રાન્ડની બોટલો જેની કિંમત રૂા.3900નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.