રાજુલામાં કોંગ્રેસ દ્વારા ધરણા : કાર્યકરોની અટકાયત

રાજુલા,
રાજુલા શહેરમાં કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરીમાં ધરણા કરતા કોંગી કાર્યકરોની અટકાયત કરાઇ હતી રોજગારી મોંઘવારી મુદ્દે ભાજપ વિરુદ્ધ સુત્રોચાર સાથે વિરોધ પ્રદશન કરાયુ હતુ. મામલતદાર કચેરીમાં કોંગ્રેસ દ્વારા મંજૂરી વગર ધરણા કરતા રાજુલા પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી 10 ઉપરાંતના કાર્યકરો ભાજપ તાનાશાહી નહિ ચલેગી આ પ્રકારના નારા લગાવી સુત્રોચાર કરતા પોલીસ દ્વારા અટકાયતી કાર્યવાહી કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.