અમરેલી,
અમરેલી,રાજુલા તાલુકાના કોવાયા ટાઉનશીપમાં સુપરવાઇઝર સજીત પટેલ શિવપ્રસાદ સિંધ ઉ.વ. 24 કંપનીમાં પેટા ક્રોટ્રાકટરમાં થમો એજીનીયર સુપરવાઇઝર તરીકે નોકરી હોય તેની પાસે ભગવાનભાઇ માણસુરભાઇ લાખણોત્રાએ રૂા. 10,000/- તેમજ શિવાભાઇ સાર્દુળભાઇ વાઘને 5,000/- નો હપ્તો તેના એકાઉન્ટમમાં જમા કરાવાનું કહીં શિવા સાર્દુળભાઇ વાઘ, ભગવાન માણસુરભાઇ લાખણોત્રાએ તેમના ઘરે જઇ બારીના કાચ તોડી નુકશાન કરી ધમકી આપી હતી. અને અગાઉ પણ આ પ્રકારે હપ્તા વસુલાતા હોય સુપરવાઇઝરે પોલીસ ફરિયાદ કરતા ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારએ એસપીશ્રી હિમકરસિંહને આવા ખંડણીખોરો સામે કડક પગલા લેવા સુચના આપતા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ આપેલી સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરાએ મરીન પીપાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી ડી.બી.મજીઠીયા તથા એ.એસ.આઇ. હિંમતભાઇ રાઠોડ, તથા હેડ.કોન્સ. પ્રવિણભાઇ બારીઆ, તથા પો.કોન્સ. અજયભાઇ વાઘેલા તથા લોકરક્ષક રામભાઇ મેપાળને આપેલ જરૂરી માર્ગદર્શન આધારે (1) શિવાભાઇ સાદુળભાઇ વાઘ ઉ.વ- 25 ધંધો- પ્રા.નોકરી રે. કોવાયા તા- રાજુલા જિ.અમરેલી. (2) ભગવાનભાઇ માણસુરભાઇ લાખણોત્રા ઉ.વ-27 ધંધો- પ્રા.નોકરી રે. હાલ કોવાયા તા- રાજુલા, મુળ રહે. જામકા તા-ખાંભા જિ.અમરેલીને પકડી પાડવામાં આવ્યાં હતાં અને આ પ્રકારના બનાવો અન્ય કોઇ કોન્ટ્રાટકરો,વેપારીઓ,મજુરો, સાથે બનેલ હોય કે કોઇ અસામાજીક તત્વો દ્વારા ડરાવી ધમકાવી, ધાક-ધમકી આપી, ખંડણી, હપ્તા, માંગવામાં આવતા હોય તો પીપાવાવ મરીન પો.સ્ટે. તથા નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી.ની કચેરી સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.