રાજુલામાં કોરોનાથી ત્રીજા દિવસે વિરામ અપાયેલ પૂ.મોરારીબાપુની રામકથાનો તા.20 એપ્રિલથી પ્રારંભ

  • મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર, શ્રી વૃંદાવનધામ રામપરાના લાભાર્થે ગવાઇ રહેલી પૂજ્ય મોરારીબાપુની 843 મી કથા માટે તૈયારીઓ : તા.20 થી 25 સુધી તમામ તકેદારી સાથે રામકથા શરૂ થશે 

રાજુલા,
પૂજ્ય બાપુએ રામપરા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિર્માણ માટે આરંભેલી “માનસ-મંદિર” રામકથા તારીખ 14 થી 16 માર્ચ (2020) – ત્રણ દિવસ ગવાયા પછી, કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી. એ વખતે પૂજ્ય બાપુએ બાકીના છ દિવસની કથા અનુકૂળતાએ પૂર્ણ કરવા સંકલ્પ કરેલો.હવે જ્યારે કોરોના કાબુમાં આવ્યો છે અને વેક્સિન ઉપલબ્ધ બની ગઇ છે, ત્યારે પ્રશાસને નિર્ધારિત કરેલા નીતિ- નિયમોને આધિન રહીને તમામ પ્રકારની સાવધાની, સ્વચ્છતા, સેનીટરાઇજેશન અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કથા પુન: આરંભાશે.શ્રી વૃંદાવન ધામ, રામપરા અને શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ, રાજુલાના લાભાર્થે ગવાઇ રહેલી કૂલ કથાક્રમની 843 મી કથા છે.
જેના ચોથા દિવસની કથાનો પ્રારંભ 20 એપ્રિલે થશે અને 25 એપ્રિલે કથાને વિરામ અપાશે.20/4 થી 25/4 સુધી દરરોજ સવારના 9-30થી 1-30 દરમિયાન આસ્થા ટીવી તેમ જ યુટ્યુબના માધ્યમથી સાંભળી શકાશે.