રાજુલામાં ખખડધજ એસટી : બે કલાક સુધી પંચર માટે વિલના બોલ્ટ ન ખુલ્યા

  • રોજ પંચર મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા મીની નવી બસ મૂકવા માંગણી

રાજુલા,
ભાવનગર ડિવિઝનના પાલિતાણા એસટી ડેપો દ્વારા તુલસીશ્યામ પાલીતાણા વાયા રાજુલા બસ બે વર્ષથી શરૂ છે પરંતુ આ તુલસીશ્યામ પાલીતાણા ભારે ભંગાર હાલતમાં હોવાથી મુસાફરો આ બસ જવાનું ઓછું પસંદ કરે છે અવાર નવાર રસ્તા માં રહેશે ગઈકાલે તો રાજુલા એસટી ડેપો સામે જ પંચર પડ્યું હતું અને બે કલાક સુધી બોલ્ટ ખુલ્લા ન હતા બાળકો મહિલાઓ ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે તુલસીશ્યામ પાલીતાણા એસટીમાં આવક પણ સારી એવી છે પરંતુ એસટી બસની કન્ડિશન સારી ન હોવાથી થી પ્રવાસી જનતા આ બસમાં જવાનું પસંદ કરતી નથી ત્યારે એસ.ટી નિયામક ભાવનગર દ્વારા પાલીતાણા તુલસીશ્યામ મીની બસ શરૂ કરવામાં આવે આમ પ્રવાસી જનતા માંથી માંગણી ઉઠવા પામી છે