રાજુલામાં ખાણી-પીણીનાં ધંધાર્થીઓ માટે જગ્યા ફાળવો

રાજુલા ,
રાજુલા શહેરમાં 2 દિવસ પહેલા નગરપાલિકા દ્વારા ડીમોલેશન હાથ ધરી સમગ્ર શહેરમાં જાહેર માર્ગો ઉપર દબાણો દુર કરવામાં આવ્યા હતા જેમાં ખાઉગલીમાં માત્ર લારી ધારકો નાસ્તા માટે ઉભા રહેતા હતા અન્ય કોઈ વિકલ્પીક વ્યવસ્થા નથી હાલ તમામ લારી ધારકોને વેપારીઓને ખાઉગલી માંથી દૂર કર્યા છે જેના કારણે ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે બીજી તરફ સ્થાનિક વેપારીઓ લારી ધારકોમાં નારાજગી ઉભી થઇ છે જેના કારણે રાજુલા માર્કેટિંગ યાર્ડ ચેરમેન જીગ્નેશ પટેલ દ્વારા રજુઆતમાં જણાવાયુ હતું વનરાજ વી.વરૂ ઉપપ્રમુખ અમરેલી જીલ્લા યુવા ભાજપનો પત્રમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં રાજુલા શહેરમાં સરકારી તંત્ર દ્વારા શહેરનાં હિતનને ધ્યાનમાં લઈ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેનાં કારણે શહેરનાં નાના ધંધાર્થીઓ કે જે દ22ોજનું દરરોજ કરી નાની લારીઓ તેમજ દુકાનો ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે આ નાના લારીઓ તેમજ દુકાનોવાળા લોકો માટે વૈકલ્પીક વ્યવસ્થાનાં ભાગરૂપે રાજુલા શહેરમાં આવેલ “તુલસીબાગ”ની જગ્યા જે હાલ બીનઉપયોગી પડતર સ્થિતિમાંછે તે જગ્યામાં સ્થળાંતર કરવામાં આવે તો અવરોધ ઉભો થશે નહિ. તેમજ ખાણી-પીણી નો લાભ દરેક લોકો લઈ શકે તે હેતુંથી રાજુલા સરકારી તંત્ર દ્વારા આ લારી દુકાનો રાખવામાં આવે તેના માટે આગળથી ટોકન ભાડેથી આપવામાં આવે અથવા તંત્ર જે રકમ નક્કી કરે તે ધંધાર્થીઓ આપવા સહમતી દર્શાવી છે.વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા આગેવાનો દ્વારા માંગ ઉઠાવીરાજુલા માર્કેટીંટિંગ યાર્ડ પ્રમુખ જીજ્ઞેશ પટેલ અને જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ વનરાજ વરૂએ જણાવ્યું ખાણી-પીણીની લારીઓ દુકાનો વાળા લોકોને વૈકલ્પીક વ્યવસ્થાનાં ભાગરૂપે તુલસીબાગ’ વાળી જગ્યા ટોકન ભાડેથી ફાળવવામાં આવે તો લારીઓ, દુકાનો વાળા નાના લોકોને રાહત થઈ શકે તેમ છે.અને રાજુલા શહેરમાં બસ સ્ટેશનની બાજુમાં જે ખાલી જગ્યા છે. તે જગ્યામાં “મેજીક સ્ટેન્ડ” તરીકે ફાળવવામાં આવે તો ખાનગી મેજીક, રીક્ષા, છકડો વિગેરે ચલાવતા લોકોને પણ વૈકલ્પીક જગ્યા મળી રહે તેમજ મેજીક સ્ટેન્ડ ફાળવવાનાં કારણે અન્યનો કબ્જો પણ ન થાય. તો આ બન્ને બાબતો પર ચર્ચા-વિચારણા કરી યોગ્ય કરવા પ્રાંત અધિકારી ચીફ ઓફિસર સહિત અધિકારીઓને રજૂઆતો કરાય